તુજ હોવાનો એક પુરાવોતો આપ્યો હોત,
સુક્ષ્મ એવી શ્રદ્ધાનું તત્વ પણ અભાવથી ઉલેચાઇ ગયું.
આ એજ દર છે કદાચ ઇશનો જ્યાં સર્વની અપેક્ષા હતી,
કિન્તુ આશ્ચર્ય વચ્ચે મારું અલ્પ પણ લુટાઈ ગયું.
"સાહિલ" તને પ્રેમ છે નું વિધાન રચ્યું હજુ કાલે,
આજ આવતા સુધીમાં તે ભૂતકાળમાં ઉમેરાઈ ગયું.
જો હજુ મને ખોટો પુરવાર કરવાની લાલસા હોય તો કઈ દે,
ન હતું નસીબમાં જીવન આતો બસ ભૂલથીજ જીવાઈ ગયું.....
No comments:
Post a Comment